અક્ષરદેરી મંદિરના ઉતારા વિષે અગત્યની માહિતી


ઉતારો મેળવવા અંગે:-
  • આપે ઉતારો મેળવવા માટે ઓછામાં ઓછા ત્રણ દિવસ પહેલા "અક્ષરદેરી ઉતારા એપ્લિકેશન" દ્વારા અરજી કરવાની રહેશે.
  • અરજી કરતા પહેલા જે તે મંદિરના જવાબદાર પૂ. સંત પાસેથી ઉતારાની ચિઠ્ઠી મેળવી લેવાની રહેશે.
  • ચિઠ્ઠી મેળવ્યા બાદ અક્ષરદેરી ઉતારા એપ્લિકેશનનાં HOME PAGE પર Request Utara બટન દબાવી તેમાં માંગેલ માહિતી ભરવાની રહેશે.
  • સૌ પ્રથમ તેમાં જે વ્યક્તિ ઉતારા માટે આવવાની છે તેનો ફોટો પાડી અક્ષરદેરી ઉતારા એપ્લિકેશનમાં અપલોડ કરવો.
  • ત્યાર બાદ ઉતારા માટેની પૂ.સંતની ચિઠ્ઠીનો ફોટો પાડી એપમાં અપલોડ કરવો.
  • ત્યાર બાદ જરૂરી વિગત ભરી "NEXT" બટન દબાવવું.
  • આ પેઈજમાં ઉતારો લેવા આવનાર વ્યક્તિની માહિતી ભરવાની રહેશે.
  • સંપૂર્ણ માહિતી ભર્યા બાદ "SUBMIT" બટન દબાવવું.
  • ઉતારા માટેની અરજી SUBMIT કર્યા બાદ આપને એક Request ID નંબર સ્વરૂપે પ્રાપ્ત થશે. આ Request ID ફક્ત આપના ઉતારાની નોંધણી અંગેનું છે. આ Request ID નંબર આપને ઉતારો મળી ગયો છે તેની કોઈ ખાતરી આપતું નથી.
ઉતારાની અરજી બાદ:-
  • આપે ઉતારો મેળવવાનું ફોમ ભર્યાના થોડા દિવસો બાદ આપને "અક્ષરદેરી ઉતારા" એપ્લિકેશન દ્વારા જ જાણ થશે. (આપ પણ તે વિગત એપ્લિકેશનમાં જોઈ શકશો કે આપનો ઉતારો મળવાનો સંભવ છે કે નહિ?)
  • આ બાબત માટે આપે કોઈ અન્યનો સંપર્ક કરવો નહિ. એપ્લિકેશન દ્વારા જ આપને બધી જાણકારી મળી રહેશે.
  • ઉતારા અંગેની આપની અરજીને તપાસ્યા બાદ મંદિરમાં ઉતારાની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને એપ્લિકેશનના STATUS દ્વારા નીચેનામાંથી કોઈપણ એક મેસેજ આપને જણાવવામાં આવશે.
    1. APPROVED: એટલે આપને ઉતારો મળવાની સંભાવના છે. જ્યારે આપ ઉતારા માટે શ્રી અક્ષર મંદિર ગોંડલ પધારો ત્યારે આપે ID Proof સાથે લાવવાનું રહેશે. જે ઉતારો લેતી વખતે ઉતારા સંચાલકને આપવાનું રહેશે.
    2. REJECTED: એટલે કોઈ અનિવાર્ય કારણસર આપને ઉતારો મળવાની સંભાવના નથી.
    3. Need More Info: એટલે ઉતારા માટે આપની પાસેથી હજુ કોઈ માહિતી મેળવવાની જરૂર છે. એટલે એપ્લિકેશન APP માં આ સ્ટેટસ આપને જણાવશે.
અગત્યનું:-
  • જો એપ્લિકેશનમાં આપના ઉતારા માટેનું સ્ટેટસ "APPROVED" જણાય તો આપે આપના ગોંડલ મંદિરે આગમનના બે દિવસ પહેલા ઉતારો "CONFIRM" કરાવવાનો રહેશે.
  • આ માટે મોબાઈલ એપ્લિકેશનમાં જઈ "CONFIRM" બટન દબાવવાનું રહેશે. જેનો અર્થ એ છે કે આપ આપના ઉતારા માટે આવવાની જાણ પાકી કરી દો છો.
  • ઉતારો મેળવવા માટેની પ્રક્રિયાનું આ અંતિમ પગલું છે - જે અનિવાર્ય છે.
  • કોઈ અનિવાર્ય કારણોસર આપે નોંધાવેલ ઉતારો રદ કરવા માંગો છો તો મોબાઈલ એપ્લિકેશન દ્વારા આપની અરજી CANCEL કરવી ખૂબ જ જરૂરી છે.
  • મોબાઈલ એપ્લિકેશનમાં જ્યાં સુધી આપની અરજીનું સ્ટેટસ "CONFIRMED" ન હોય ત્યાં સુધી આપને ઉતારો મળવાની સંભાવના નથી - આ બાબત ધ્યાને લેવા વિનંતી.